આર્થિક સહાય અંગે.
સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરતમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન અભ્યાસ કરતા બી.એસ.સી. સેમ – ૧, ૩, ૫ તથા એમ. એસ. સી. સેમ - ૧ અને ૩ ના વિદ્યાર્થીઓ પૈકી આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીઓને પી.ટી. સાયન્સ કોલેજ એલ્યુમની એસોસિએશન તરફથી આર્થિક સહાય મર્યાદિત વિદ્યાર્થીઓને આપવમાં આવે છે. રસ ધરાવતાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગુગલ ફોર્મ ભરી અને વિગતો ભરી જરૂરી પુરાવાઓ સાથે ઓફિસ કાર્યાલયમાં તા. ૦૨/૧૦/૨૦૨૫ સુધીમાં જમા કરવા. ગુગલ ફોર્મ ભરવા માટેની લીંક નીચે આપેલ છે. ગુગલ ફોર્મ જે ઈ-મેઈલ પરથી ભરે તે ઈ-મેઈલમાંથી ફોર્મની પ્રિન્ટ સાથે નીચેના પૂરાવાઓની નકલ જોડવાની રહેશે.
GOOGLE FORM LINK - CLICK HERE
ફોર્મ સાથે પૂરાવાઓની Xerox નકલ – Self – attested જોડવી.
સમયપત્રક મુજબ ફોર્મ લેવામાં/ આપવામાં આવશે. ત્યારબાદ કોઈપણ ફોર્મ આપવામાં કે લેવામાં આવશે નહિં. અધૂરાફોર્મને ગણતરીમાં લેવાશે નહિં એટલે કે તેને રદ ગણવામાં આવશે.
નોંધ : વિદ્યાર્થોઓએ બેંકની માહિતી ગુગલ ફોર્મમાં વ્યવસ્થિત ભરવાની રહેશે. સ્કોલરશીપ ન મળે તો જવાબદારી વિદ્યાર્થીની રહેશે.